ભારત ની ભૂગોળ
ભારત ભૌગોલિક રીતે ચોતરફથી કુદરતી સીમાઓ વડે રક્ષાયેલું છે. ઉત્તરમાં હિમાલયની દુર્ગમ પર્વતમાળાઓ, દક્ષિણમાંભારતીય મહાસાગર, પૂર્વમાં ગીચ જંગલો અને પશ્ચિમમાં વિશાળ રણો તેને બીજા ભૂખંડોથી અલગ પાડે છે. આથી જ તેને ભારતીય ઉપખંડ તરીકે ઓળખવામાં આવે છે. તેનો આકાર હીરા જેવો હોવાથી તેને સંસ્કૃતમાં તેને જંબુદ્વિપ પણ કહે છે. ભારતનો ભૂખંડ પૂર્વે ચોતરફ પાણી થી રક્ષાયેલો હશે અને તે ધીમે ધીમે ઉપર તરફ ધસીને એશિયાના ભૂખંડ સાથે અથડાયો હશે તેવું આધુનિક વિજ્ઞાન પણ માને છે.
ઉત્તરનો પર્વતાળ પ્રદેશ
ભારતની ઉત્તરે હિમાચલ કે હિમાલયની પર્વતમાળ આવેલી છે. ઉત્તર ધૃવ તરફથી વહેતા ઠંડા પવનોને તે રોકી લે છે. હિમાલયની પર્વતમાળા પૂર્વમાં મ્યાનમાર કે બર્માથી ચાલુ થઇ પશ્ચિમમાં છેક અફઘાનિસ્તાન સુધી વિસ્તરેલી છે. ચીન અને ભારત વચ્ચે તે એક કુદરતી રાજકીય સીમાની ગરજ સારે છે. નેપાલ, ભૂતાન જેવા દેશ આ પર્વતમાળામાં જ આવેલા છે.
ભારતની જીવાદોરી સમાન ગણાતી નદીઓ જેવી કે ગંગા, યમુના, સિંધુ (અત્યારે પાકિસ્તાનમાં), બ્રહ્મપુત્રા વગેરે હિમાલયમાંથી નીકળે છે.
મધ્ય અને દક્ષિણના મેદાનો
હિમાલયમાંથી નીકળતી નદીઓ તેની દક્ષિણમાં અને ભારતની મધ્યમાં આવેલા મેદાન પ્રદેશમાંથી વહે છે અને અંતે ભારતીય મહાસાગરના ઉપસાગરો – અરબી સમુદ્ર અને બંગાળનો ઉપસાગર – માં મળી જાય છે. આ મેદાન પ્રદેશો ખૂબજ ફળદ્રુપ અને ખેતીલાયક હોવાથી દુનિયાનો સૌથી ગીચમાં ગીચ પ્રદેશ છે. ભારતીય સંસ્કૃતિ આ જ વિસ્તારમાં ખીલી છે. પૌરાણિક રીતે આ વિસ્તાર ખૂબ જ મહત્વ ધરાવે છે. ભારતના મહાન રાજાઓ, વ્યક્તિઓ આ જ વિસ્તારમાં જન્મી છે.
પૂર્વના જંગલો
ભારતની પૂર્વમાં અરૂણાચલ પ્રદેશ વગેરે સીમાડાના રાજ્યો અને મ્યાનમાર ને જોડતા પ્રદેશોમાં ગીચ જંગલો આવેલા છે. આ પ્રદેશમાં પુષ્કળ વરસાદ થાય છે. અહીંના ચેરાપુંજીમાં વિશ્વનો સૌથી વધુ વરસાદ (૧૦૦ ઇંચ) થાય છે. પુષ્કળ વરસાદના કારણે જમીન ખૂબ જ ફળદ્રુપ છે.
પશ્ચિમનાં રણો
ભારતની પશ્ચિમે કચ્છ નુ નાનુ ,મોટુ રણ્ અને થારના રણો આવેલા છે. ઐતિહાસિક ભારત અફઘાનિસ્તાન અને ઇરાનની સીમાઓ સુધી વિસ્તેલું હતુ. વિદેશી આક્રમણકારો આ રણને બદલે કારાકોરમનો ઘાટ વટાવીને ભારતમાં પ્રવેશ કરતા. આજે કચ્છનું રણ ગુજરાત માં અને થારનું રણ રાજસ્થાન અને પાકિસ્તાનમાં આવેલું છે. આ રણના પોખરન વિસ્તારમાં ભારતે પરમાણુ બોમ્બનો પ્રયોગ પણ કરેલ છે.
દક્ષિણનો સાગર
ભારતનો દક્ષિણ ભાગ ત્રણ તરફ સમુદ્રથી ઘેરાયેલો છે. દક્ષિણ ભારતની પૂર્વમાં બંગાળનો ઉપસાગર, પશ્ચિમમાં અરબી સમુદ્ર અને દક્ષિણમાં હિંદ મહાસાગરઆવેલો છે. આ સમુદ્રમાં ભારતના આંદામાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વિપ ટાપુઓ અને શ્રીલંકા અને માલદીવ ટાપુ જેવા દેશો આવેલા છે. ભારતની હિંદ મહાસાગરમાંની ભૂશિરને કન્યાકુમારી તરીકે ઓળખાય છે. ભારતમાં થતો વરસાદ આ સમુદ્રની આબોહવાને આધારી છે. ભારતની તટ-રેખા ૧૯૫૭ કી.મી ની છે, જે દુનિયામાં સૌથી લાંબી છે.
ભારતના પવિત્ર સરોવર :
ભારતના પવિત્ર (કુદરતી) સરોવર :
૧. બિંદુ સરોવર, તા.સિધ્ધપુર , જી. પાટણ, રાજ્ય: ગુજરાત
૨. નારાયણ સરોવર, તા. લખપત , જી. કચ્છ , રાજ્ય : ગુજરાત
૩. પુષ્કર સરોવર , જી. અજમેર , રાજ્ય: રાજસ્થાન
૪. બ્રહ્મ સરોવર, કુરુક્ષેત્ર , રાજ્ય: હરિયાણા
૫. પમ્પા સરોવર, દંડકારણ્ય ક્ષેત્ર, રાજ્ય: કર્નાટક
આપણું ગુજરાત –
અક્ષાંશ-રેખાંશ ૨૩°૧૩′૦૦″N ૭૨°૪૧′૦૦″E
જિલ્લા(ઓ) ૨૬
સ્થાપના મે ૧, ૧૯૬૦
રાજધાની ગાંધીનગર
સૌથી મોટું શહેર અમદાવાદ
સૌથી મોટું મહાનગર અમદાવાદ
રાજ્યપાલ ડો. કમલા બેનીવાલ
મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી
વિધાનમંડળ (સીટો) ગુજરાત સરકાર (૧૮૨)
વસ્તી ગીચતા ૬,૦૩,૮૩,૬૨૮ (૧૦) (૨૦૧૧) ૨૫૮ /ચો.કિ.મી. (૬૬૮ /sq mi)
લિંગ ગુણોત્તર ૧.૦૮૬ ♂/♀
માનવ વિકાસ દર (૨૦૦૫) ૦.૬૨૧ (૧૪)
સાક્ષરતા• ૮૭.૨૩%
પુરુષ સાક્ષરતા• ૭૦.૭૩%
સ્ત્રી સાક્ષરતા ૭૯.૩૧% (૧૨)
વિસ્તાર
• દરિયાકિનારો ૧,૯૬,૦૨૪ ચો.કિ.મી. (૭૫,૬૮૫ sq mi) (૭)
• ૧,૬૦૦ કિ.મી. (૯૯૦ mi)
આબોહવા
• વરસાદ • ૯૩૨ મિ.મી. (૩૬.૭ ઇંચ)
જિલ્લા(ઓ) ૨૬
સ્થાપના મે ૧, ૧૯૬૦
રાજધાની ગાંધીનગર
સૌથી મોટું શહેર અમદાવાદ
સૌથી મોટું મહાનગર અમદાવાદ
રાજ્યપાલ ડો. કમલા બેનીવાલ
મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી
વિધાનમંડળ (સીટો) ગુજરાત સરકાર (૧૮૨)
વસ્તી ગીચતા ૬,૦૩,૮૩,૬૨૮ (૧૦) (૨૦૧૧) ૨૫૮ /ચો.કિ.મી. (૬૬૮ /sq mi)
લિંગ ગુણોત્તર ૧.૦૮૬ ♂/♀
માનવ વિકાસ દર (૨૦૦૫) ૦.૬૨૧ (૧૪)
સાક્ષરતા• ૮૭.૨૩%
પુરુષ સાક્ષરતા• ૭૦.૭૩%
સ્ત્રી સાક્ષરતા ૭૯.૩૧% (૧૨)
વિસ્તાર
• દરિયાકિનારો ૧,૯૬,૦૨૪ ચો.કિ.મી. (૭૫,૬૮૫ sq mi) (૭)
• ૧,૬૦૦ કિ.મી. (૯૯૦ mi)
આબોહવા
• વરસાદ • ૯૩૨ મિ.મી. (૩૬.૭ ઇંચ)
સૌથી મોટુ
- જિલ્લો (વિસ્તાર): કચ્છ, વિસ્તાર: ૪૫,૬૫૨ ચો .કિમિ
- જિલ્લો (વસતી): અમદાવાદ, વસતી, ૫૮,૦૮,૩૭૮
- પુલઃ ગોલ્ડન બ્રિજ (ભરૂચ પાસે નર્મદા નદી પર), લંબાઇ: ૧૪૩૦ મીટર
- મહેલઃ લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરા
- ઔધ્યોગિક સંસ્થા: રિલાયન્સ
- ડેરી: અમૂલ ડેરી, આણંદ
- મોટી નદી: નર્મદા, ૯૮૯૪ ચો.કિ.મી.
- લાંબી નદી: સાબરમતી, ૩૨૦ કિ.મી.
- યુનિવર્સીટી: ગુજરાત યુનિવર્સિટી.
- સિંચાઇ યૉજના: સરદાર સરોવર બંધ
- બંદર: કંડલા બંદર
- હૉસ્પિટલઃ સિવિલ હોસ્પિટલ, અમદાવાદ
- શહેરઃ અમદાવાદ
- રેલવે સ્ટેશન: અમદાવાદ
- સરોવરઃ નળ સરોવર (૧૮૬ ચો .કિમિ)
- સંગ્રહસ્થાનઃ બરોડા મ્યુઝિયમ એન્ડ પિકચર ગેલેરી
- પુસ્તકાલયઃ સેન્ટ્રલ લાઇબ્રેરી, વડોદરા
- દરિયાકિનારો: જામનગર, ૩૫૪ કિમિ
- ઊંચુ પર્વતશિખરઃ ગોરખનાથ (દત્તાત્રેય)–ગિરનાર, ઊચાઇ ૧,૧૭૨ મીટર
- વધુ મંદિરો વાળુ શહેરઃ પાલીતાણા, ૮૬૩ જૈન દેરાસરો
- મોટી પ્રકાશન સંસ્થા: નવનીત પ્રકાશન
- મોટુ ખાતર કારખાનુ: ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર કંપની લિ. ,ગામઃ ચાવજ, પો. નર્મદાનગર, ભરૂચ જિલ્લો
- ખેત ઉત્પાદન બજારઃ ઊંઝા, મહેસાણા જિલ્લો