બુધવાર, 27 નવેમ્બર, 2013

TET 2 Saptember 2013 Anaylisis

TET 2 Maths Science  August :2013 Exam Anaylisis.

Category Pass:
General:5013
Sc:901
SEBC:2492
ST:599
Total:9005

TET 2 Language August 2013 Exam Anylisis.
Category   Pass     %
General     4994    13 %
Sc              4106     27.44%
SEBC         9386     27.91 %
ST              1998     9.53 %
Total:        20484  

Over All Result:18.97 %

TET 2  SOCIAL SCIENCE Exam Anaylisis

CATEGORY     PASS    in %
GENEARAL -   3940    19.02%
SC    -               2444    35.72%
SEBC -             7230     41.72%
ST -                  1401     19.11%

TOTAL PASS = 15015

TET -2 AUGUST-2013 EXAM ANYLISIS: LANGUAGE ,MATHS - SCIENCE & SOCIAL SCIENCE

LANGUAGE

TET-2 LANGUAGE  AUGUST -2013 EXAM ANYLISIS
CATEGORY PASS    IN%
GENEARAL - 4994   13%
SC -            4106   27.44%
SEBC -        9386   27.91%
ST -           1998     9.53%
TOTAL =   20484
OVER ALL RESULT = 18.97 %
HIGHEST MARK - 125   (1) CANDIDATE.

MATHS - SCIENCE

GENERAL - 5013
SC - 901
SEBC - 2492
ST - 599
TOTAL = 15011
HIGHEST MARK = 132  (1) CANDIDATE

 SOCIAL- SCIENCE

CATEGORY PASS   in %
GENEARAL - 3940  19.02%
SC    -           2444   35.72%
SEBC -          7230   41.72%
ST -              1401    19.11%
TOTAL =     15015
HIGHEST MARK= 124  (1) CANDIDATE
TET 2August 2013 all Subject Anaylisis

Maths Science TET 2 August 2013 Mark Wise Anaylisis: 

82-127           83-146           84-122           85-141           86-143           87-173
88-150           89-132           90-382           91-341           92-337           93-374
94-382           95-401           96-352           97-358           98-388           99-352
100-344         101-334         102-319         103-314         104-281         105-308
106-262         107-229         108-239         109-230         110-198         111-181
112-146         113-158         114-125         115-105         116-72           117-65
118-63           119-53           120-45           121-39           122-24           123-15
124-15           125-9 126-7 127-5 128-7 129-3
130-3 131-2 132-1

 
Langugae TET 2 August 2013 Mark Wise Anaylisis:

82-1406         83-1331         84-1297         85-1113         86-1055         87-1054         88-980 89-873          90-1366   91-1234         92-1074         93-987           94-899           95-849
96-699           97-633           98-565           99-525           100-394         101-395         102-309
103-270         104-218         105-196         106-171         107-127         108-107         109-92
110-57           111-46           112-40           113-41           114-24           115-14           116-13 117-10             118-6 119-4 120-1 121-5 122-2 124-1
125-1 

Social Science TET 2 August 2013 Mark wise Anaylisis:

82-713           83-705           84-656           85-677           86-635           87-675           88-603
89-568           90-904           91-873           92-852           93-789           94-731           95-675
96-618           97-595           98-500           99-489           100-436         101-382         102-324
103-298         104-226         105-206         106-186         107-139         108-120         109-104
110-81           111-65           112-67           113-35           114-22           115-18           116-19
117-13           118-4 119-3 120-4 121-2 122-0 123-2

124-1

સોમવાર, 18 નવેમ્બર, 2013

ભારતરત્ન એવોર્ડ મેળવનાર મહાનુભવોની યાદી

ભારત રત્નએવોર્ડની સ્થાપના ૧૯૫૪માં કરવામાં આવી હતી. 


અત્યાર સુધીમાં એવોર્ડ મેળવનાર મહાનુભવોની યાદી 

(
૧) ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન (૧૯૫૪)                 (૨) ડો. ચંદ્રશેખર વેંકટરામન (૧૯૫૪)
(૩) ચક્રવર્તી રાજગોપાલાચારી (૧૯૫૪)               (૪) એમ. વિશ્વેસ્વરૈયા (૧૯૫૫)
(૫) જવાહરલાલ નેહરુ (૧૯૫૫)                           (૬) ડો. ભગવાન દાસ (૧૯૫૫)
(૭) પંડિત ગોવિંદ વલ્લભ પંત (૧૯૫૭)              (૮) ધોંડુ કેશવ કર્વે (૧૯૫૮)
(૯) પુરુષોત્તમદાસ ટંડન (૧૯૬૧)                         (૧૦) ડો. બિધાનચંદ્ર રૉય (૧૯૬૧)
(૧૧) ડો. રાજેન્દ્ર પ્રસાદ (૧૯૬૨)                           (૧૨) ડો. ઝાકિર હુસેન (૧૯૬૩)
(૧૩) પાંડુરંગ વામન કાણે (૧૯૬૩)                      (૧૪) લાલબહાદુર શાસ્ત્રી (૧૯૬૬)
(૧૫) ઈન્દિરા ગાંધી (૧૯૭૧)                              (૧૬) વરાહગિરી વેંકટગિરી (૧૯૭૫)
(૧૭) કુમારસ્વામી કામરાજ (૧૯૭૬)                  (૧૮) મધર ટેરેસા (૧૯૮૦)
(૧૯) આચાર્ય વિનોબા ભાવે (૧૯૮૩)                  (૨૦) ખાન અબ્દુલ ગફાર ખાન(૧૯૮૭)
(૨૧) સિલ્વિયા મરદુર રામચંદ્રન (૧૯૮૮)            (૨૨) નેલ્સન મંડેલા (૧૯૯૦)
(૨૩) ડો. ભીમરાવ આંબેડકર (૧૯૯૦)                 (૨૪) સરદાર વલ્લભભાઈ પટેલ(૧૯૯૧)
(૨૫) રાજીવ ગાંધી (૧૯૯૧)                                (૨૬) મોરારજી દેસાઈ(૧૯૯૧)
(૨૭) સત્યજીત રે (૧૯૯૨)                                   (૨૮) મૌલાના અબ્દુલ કલામ આઝાદ(૧૯૯૨)
(૨૯) જહાંગીર રતનજી દાદાભાઈ ટાટા (૧૯૯૨) (૩૦) ગુલઝારીલાલ નંદા (૧૯૯૭)
(૩૧) અરૂણા અસફ અલી (૧૯૯૭)                      (૩૨) ડો. અબ્દુલ કલામ (૧૯૯૭)
(૩૩) એસ. સુબ્બુલક્ષ્મી (૧૯૯૮)                          (૩૪) ચિદમ્બરમ સુબ્રમણ્યમ (૧૯૯૮)
(૩૫) પંડિત રવિશંકર (૧૯૯૯)                            (3૬) જયપ્રકાશ નારાયણ (૧૯૯૯)
(૩૭) ગોપીનાથ બોરડોલોઈ (૧૯૯૯)                  (૩૮) પ્રો. અમર્ત્ય સેન (૧૯૯૯)
(૩૯) ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન (૨૦૦૧)               (૪૦) લતા મંગેશકર (૨૦૦૧)
(૪૧) પંડિત ભીમસેન જોશી (૨૦૦૯)                  (૪૨) પ્રો. સીએનઆર રાવ (૨૦૧૩)
(૪૩) સચીન તેંડુલકર (૨૦૧૩

ગુરુવાર, 10 ઑક્ટોબર, 2013

કાગવાણી (દુલાભાયા કાગ)

[1]
કડવો લીંબડ કોય, મૂળેંથી માથા લગી;
(
એની) છાયા શીતળ હોય, કડવી ન લાગે, કાગડા !
હે કાગ ! લીંબડાનાં સર્વ અંગ કડવાં હોય છે. મૂળિયાથી એનાં ફળ (લીંબોળી) સુદ્ધાં કડવાં હોય છે. પણ એની છાંયડી ઠંડી અને મીઠી હોય છે. એ કડવી લાગતી નથી. ખરાબમાં પણ એકાદ ગુણ સારો હોય છે.
[2]
હેવા કુળના હોય, લાંઘણિયો લટકે નંઈ;
કુંજર જમવા કોય, કરે ન ઘાંઘપ, કાગડા !
હે કાગ ! જેના કુળ-કુટુંબના જે હેવા (ટેવ) હોય તે પ્રમાણે જ તે વરતે છે. હાથી ઘણા દિવસોનો ભૂખ્યો હોય, છતાં જમતી વખતે ઉતાવળ કરતો નથી. તેનો માવત તેને રીઝવે બિરદાવે છે, પછી જ તે ધીરેથી ખાય છે ઘાંઘો (ઉતાવળો) થતો નથી.
[3]
ચામ નકે સિવાય, આખી ધરતી ઉપરે;
પગમાં લઈ પહેરાય, કાંટાવારણ, કાગડા !
હે કાગ ! કાંટા ન વાગે એટલા માટે આખી પૃથ્વી ચામડે મઢાતી નથી; પણ ચામડાના જોડા સિવડાવી પગમાં પહેરવાથી પગનું રક્ષણ થાય છે અને કાંટા વાગતા નથી.
[4]
ઘટમાં ભરિયેલ ઘાત, મોઢેથી મીઠપ ઝરે;
(
પણ) વેધુ મનની વાત, કઈ દે આંખું, કાગડા !
હે કાગ ! અંત:કરણમાં ઘાત (કપટ) હોય અને માણસ મોઢેથી મીઠી મીઠી વાતો કરતો હોય, પણ કુશળ અને ચતુર માણસના હૃદયની વાતને પણ તેની આંખો કહી દે છે, અર્થાત આંખમાં અંદરના મનનું પ્રતિબિંબ ઝબક્યા વિના નથી રહેતું.

[5]
હૈયામાં હરખાય, મેડક મચ્છરને ગળે;
(
એને) જાંજડ ગળતો જાય, (પણ) કળ્યું ન પડે, કાગડા !
નીચેનો બનાવ નજરે જોયેલ છે : મારા ઘર આગળ એક તળાવડી છે. તેમાં ચોમાસે ઘણા દેડકા થાય છે. ત્યાં એક દેડકો ઠેકી ઠેકીને મચ્છરના ગોટામાંથી મચ્છર ગળતો હતો, ત્યાં પાછળથી મોટો જાંજડ (નાગ) આવ્યો અને તેણે દેડકાને પાછલા ભાગમાંથી પકડ્યો; છતાં દેડકો તો મચ્છર સામે ઠેકડા મારતો હતો. સરપ દેડકાના અરધા શરીરને ગળી ગયો, ત્યાં સુધી તો દેડકો ઠેક્યો. દેડકાને છેવટ સુધી ખબર પડી નહિ કે મને પણ કાળે પકડ્યો છે.
[6]
ધર લાડુ ધરે, આખો લઈને ઉપરે;
મોત વિના મરે, કીડી અનેકું, કાગડા !
હે કાગ ! વિવેક વગરની વપરાશ નુકશાનકર્તા નીવડે છે. જ્યાં મોટું કીડિયારું હોય, ત્યાં જઈ અઢી શેરનો લાડુ કીડીઓ પર મૂકીએ, તો વિના મોતે અનેક કીડી તેની નીચે દબાઈને મરી જાય છે.
[7]
સે દોરે સિવાય, માઢુ-કુળ એક જ મળ્યાં;
વાળે નો વીંધાય, (તો) કાપડ ફાટે, કાગડા !
હે કાગ ! કપડું કાયમ દોરાથી જ સિવાય-સંધાય છે, કારણ કે બંનેનું એક જ કુળ છે, જેથી દોરાને અને કાપડને મેળ મળી જાય છે. ઝીણામાં ઝીણો અને પાતળો હોય તો પણ વાળાથી તારથી કપડું સિવાતું નથી, ઊલટું ફાટી જાય છે.
[8]
જમવા કારણ જોય, મનગમતાં ભોજન મળે;
(
પણ) જેને હૈડે વ્યાધિ હોય, (એને) કડવું લાગે, કાગડા !
હે કાગ ! ખાવા માટે પોતાને રૂચે એવો ખોરાક થાળીમાં પીરસ્યો હોય, પણ જેને તાવ આવતો હોય અથવા શરીરનો કે મનનો કોઈ વ્યાધિ કે દુ:ખ હોય, એને એ મનગમતાં ભોજન પણ કડવાં ઝેર લાગે છે.
[9]
જળથી ભરિયાં જોય, તે વાસણ તાંબા તણાં;
ટાકર મારો તોય, કદી ન બોલે, કાગડા !
હે કાગ ! પાણીથી ભરેલ તાંબાનો અથવા કોઈ ધાતુનો હાંડો, ગાગર કે કોઈ વાસણ હોય, એને ટકોરો મારે છતાં એ અવાજ આપતું નથી, કારણ કે જે સંપૂર્ણ ભરેલ હોય, એ ફાવે તેમ બોલ્યા કરતું નથી, અથવા એને ક્રોધ ચડતો નથી.
[10]
જુવો વૃખ જેતાં, તપસી ને ખાટકીઓ તણે;
દિલ છાંયો દેતાં, કરે ન ટાળો, કાગડા !
હે કાગ ! ઝાડવાંઓનો કેવો સમદષ્ટિવાળો સ્વભાવ છે ! એમની નીચે પ્રાણીઓને હણનાર ખાટકી કે પારધી આવે, તો એને પણ શીતળ છાયા આપે છે અને વેદપાઠી બ્રાહ્મણ તપસ્વી આવે, તો એને પણ પોતાની છાંયડી આપે છે કોઈ સાથે ભેદભાવ રાખતાં નથી.
[11]
(
જેની) ફોર્યું ફટકેલી, (એને) ચૂલે જઈ ચડવું પડ્યું,
(
પણ) આવળ અલબેલી, (એને) કોઈ ન પૂછે, કાગડા !
હે કાગ ! જે સુગંધવાળા ફૂલ છે (ડોલર, કેતકી, ચંપો, ગુલાબ વગેરે), એને તો અત્તર બનાવવા માણસો ચૂલા પર ઉકાળે છે અને એનાં અંગેઅંગ સળગાવી એને નિચોવી લે છે; પણ આવળનાં પીળાં રૂપાળાં ફૂલની કોઈ ખબર પણ કાઢતું નથી. એનામાં ફોરમ નથી. માટે એને આગમાં બળવું પડતું નથી.
[12]
ચિત્ત ન રિયા સંતોષ, રોષ સદા ભરિયા રિયા;
દેખે સૌના દોષ, કુમત આવી, કાગડા !
હે કાગ ! જેના ચિત્તમાં કદી સંતોષ કે શાંતિ હોતી નથી અને કાયમ રોષના અગ્નિથી જે બળ્યા કરે છે, તે આખા જગતના અવગુણો જ જોયા કરે છે, કારણ કે તેને કુમતિ આવી હોય છે.
[13]
ધંધે ન મળે ધ્યાન, કાયમ ગામતરાં કરે;
થોડા દિવસ થાન, (પછી) કાંઈ ન મળે, કાગડા !
હે કાગ ! જે ધંધામાં ચિત્ત પરોવતો નથી અને દરરોજ મુસાફરી જ કર્યા કરે છે, તેને માણસો થોડા દિવસ આવકાર આપે છે, પણ પછી એનો તિરસ્કાર કરે છે, તેનું સ્થાન રહેતું નથી.
[14]
તારે ન પૃથ્વી તોય, પંડે ધૂળ તળિયે પડે;
જળમાં પૃથ્વી જોય, કેમ તરે છે, કાગડા ?
હે કાગ ! તોય એટલે પાણીને પૃથ્વી તારતી નથી; ઊલટું પાણીમાં થોડીક ધૂળ નાખીએ છીએ, તો તે તરત જ તળિયે બેસી જાય છે; અને આવડી મોટી ધરતી જળમાં કેમ તરતી હશે, એનું કાંઈ અનુમાન થતું નથી.
[15]
મળિયાં મન મોટે જેણે ન મોટપ જીરવી;
(
પછી) ઉંદર આળોટે, કાંચળ ઉપર, કાગડા !

હે કાગ ! ઈશ્વરે જે મોટાઈ આપી, તેને નિભાવતાં ન આવડવાથી કાંચળીની કેવી દશા થાય છે ! સર્પના અંગ પર રહેવાથી એની મોટાઈને સહુ કોઈ માનતું હતું; પણ સાપની કાંચળી જુદી થયા પછી તેના પર ઉંદરો પણ સૂવા લાગ્યા.