1.
વરસાદ
ના પ્રકારો
૧. ફરફર : માત્ર રૂવાડાં ભીના થાય એવો વરસાદ૨. છાંટા : ફરફર કરતાં વધુ પણ પ્રમાણમાં ઘણો ઓછો વરસાદ
૩. ફોરાં : છાંટા કરતા વધારે. જમીન પર પડતું ટીપું એકાદ ઈંચ જગ્યાને પલાળે એવો વરસાદ
૪. કરાં : ફોરાં કરતા મોટા ટીપાં, જે બરફ રૂપે વરસે
૫. પછેડી વા : પછેડી હોય તો રક્ષણ મળે તેવો વરસાદ
૬. નેવાંધાર : ઘરના નળિયા સંતુપ્ત થઈ જાય પછી ટપકવા માંડે એવો વરસાદ
૭. મોલ – મે : ખેતરમાં પાકને જીવતદાન મળે એટલો વરસાદ
૮. અનરાધાર : છાંટા કે ફોરા એકબીજાને અડી જાય, જાણે ધાર પડતી લાગે એવો વરસાદ
૯. મુશળધાર કે સુપડાધાર : બે ચાર ધારા ભેગી થઇને એકધારી વરસતી રહે તેવો વરસાદ. જાણે સુપડામાંથી પાણી પડતું લાગે.
૧૦. ઢેફા ભાંગ : ખેડેલા ખેતરોની માટીના ઢેફાને ભાંગે એવો વરસાદ આને વાવણી જોગ પણ કહેવાય.
૧૧. પાણ – મે : ખેતરના કયારાઓ પાણીથી ભરાઈ જાય. પાણી જમીનમાં ઉતરે કૂવાની સપાટી ઉંચી આવે.
૧૨. હેલી : આ ૧૧ પ્રકારના વરસાદનું મિશ્રણ વરસ્યા કરે. અઠવાડિયા સુધી કોઈપણ પ્રકારનો વરસાદ ચાલુ રહે તેને હેલી વરસી એવું કહેવાય છે.
આ બારે પ્રકારના મેઘ એક સામટા વરસે ત્યારે કહેવાય, બારે મેઘ ખાંગા થયા.
2.
પ્રક્રુતિના
ત્તત્વો શુ કહે છે?
સરોવર : દાન દેવાથી ઈશ્વરે આપેલું ઓછું
થવાનું નથીસૂર્ય : અતિ ઉગ્ર બનશો તો કોઈ સામે પણ નહીં જુએ
વાદળ : મારી જેમ બીજા પર વરસી જતાં શીખો
બીજ : પૃથ્વીના પડને ચીરીને બહાર આવો
વૃક્ષ : કાયાને કષ્ટ આપી શરણે આવેલાને શાંતિ આપો
સાગર : મારી જેમ સારા ખરાબ તત્વોને તમારામાં સમાવો
ગુલાબ : મારી જેમ સુકૃત્યોની સુગંધ બીજાને આપો
તારો : અંધકારમાં આશાનો પ્રકાશ પણ ગુમાવશો નહીં
ચંદન : પોતે ઘસાઓ પણ બીજાને શીતળતા આપો
ઝરણું : ધ્યેય પ્રાપ્તિ માટે સતત આગળ વધો
લીમડો : કડવા વેણ કહો તો પણ બીજાની ભલાઈ માટે કહેજો
ધરતી : સારા ખરાબ સૌનું સહન કરતાં શીખો
આફત : જેવા સાથે તેવા થાવ
3.
આઠ પ્રકાર ના વિવાહ
૧. બ્રહ્મ
વિવાહ: પોતાની જ્ઞાતિમાં દહેજ ઈચ્છા મુજબ આપી કરાતાં વિવાહ૨. દૈવ વિવાહ: યજ્ઞ કરાવનાર બ્રાહ્મણ સાથે વિવાહ
૩. પ્રાજાપત્ય વિવાહ: દહેજ વગર યોગ્ય વ્યક્તિ સાથે કરાતાં વિવાહ
૪. આર્ષ વિવાહ: એક જોડી ગાય અને બળદ આપીને થતાં વિવાહ
૫. ગાંધર્વ વિવાહ: કન્યા સાથે વરની ઈચ્છા મુજબના વિવાહ
૬. આસુર વિવાહ: કન્યાના પિતાને પૈસા આપીને થતાં વિવાહ
૭. રાક્ષસ વિવાહ: કન્યાનું અપહરણ કરી તેની ઈચ્છા વિરુદ્ધ કરાતાં વિવાહ
૮. પિશાચ વિવાહ: કન્યાને નશાયુકત પદાર્થ પિવડાવી તેમજ નિદ્રાધીન અવસ્થામાં શારીરિક સંબંધ બાંધીને કરાતાં વિવાહ
4.
સ્ત્રીનાં
વિવિધ સ્વરુપો.
નવોઢા : નવી પરણેલી સ્ત્રીસૌભાગ્યવતી : જેનો પતિ જીવે છે તેવી સ્ત્રી
વિધવા : જેનો પતિ મરી ગયો છે તેવી સ્ત્રી
ત્યકતા : પતિએ ત્યજી દીધેલી સ્ત્રી
શોક (સપત્ની) : પોતાના પતિની બીજી પત્ની
કમલાક્ષી : કમળ જેવા નેત્રો વાળી સ્ત્રી
મૃગનયની : હરણ જેવા નેત્રો વાળી સ્ત્રી
મદિરાક્ષી : મદિરા જેવી મોહક આંખો વાળી સ્ત્રી
ગજગામિની : હાથી જેવી ચાલ ચાલનારી સ્ત્રી
હંસગામિની : હંસ જેવી ચાલ ચાલનારી સ્ત્રી
કોકિલકંઠી : મધુર ગાઈ શકે તેવી સ્ત્રી
કાકવંધ્યા : એકજ વાર ફળનારી સ્ત્રી
જનાનો : ઓઝલમાં રહેતો સ્ત્રીવર્ગ
વનળા : ભાયડા કે હીજડા જેવી સ્ત્રી
વાંઝણી : એકપણ સંતાન વગરની સ્ત્રી
અખોવન : જેનું એકપણ સંતાન મૃત્યુ પામ્યું ન હોય તેવી સ્ત્રી
અભિસારિકા : સંકેત પ્રમાણે પ્રેમીને મળવા જતી સ્ત્રી
વિપ્રબલબ્ધા : પ્રીતમે સંકેત ન સાચવ્યાથી નિરાશ થયેલી સ્ત્રી
વિરહોત્કંઠા : પતિને મળવાને અત્યંત આતુર સ્ત્રી
સ્વાધીનપતિકા : પતિને સ્વાધિન રાખનારી સ્ત્રી
પ્રોષીતભતૃકા : જેનો પતિ પરદેશ ગયો હોય તેવી સ્ત્રી
કલહાંતરિતા : પતિ સામે કલહ કરી રૂસણું લઈ બેઠેલી સ્ત્રી
ખંડિતા : પતિ (પ્રીતમ) સપત્નીને ત્યાં જતાં મનમાં બળતી સ્ત્રી
વાસકસજ્જા : પ્રીતમના આગમનની રાહ જોઈ વસ્ત્રાભૂષણ પહેરી ઘર સજાવી તૈયાર થયેલી સ્ત્રી
5.
વિજ્ઞાન
માપવાના સાધન-૧
સ્ટેથોસ્કોપ : હદયના ધબકાર માપવા વપરાતું સાધનટેલિસ્કોપ : દૂરનો ગ્રહ જોવા માટેનું સાધન
એપિસ્કોપ : પરાવર્તિત ચિત્ર જોઈ શકાય તેવું સાધન
એપિડાયોસ્કોપ : પદાર્થને વિસ્તૃત બનાવી જોવા માટે વપરાતું સાધન
ગાયરોસ્કોપ : પૃથ્વીના ભ્રમણની અસર બતાવતું સાધન
ગેલ્વેનોસ્કોપ : વિદ્યુતપ્રવાહની સ્થિતિ દર્શાવતું સાધન
પેરિસ્કોપ : અંતરાય છતાં વસ્તુઓ જોવા વપરાતું સાધન
બેરોસ્કોપ : હવાના દબાણનો ફેરફાર બતાવતું સાધન
ઈલેકટ્રોસ્કોપ : પદાર્થનો વિદ્યુતભાર દર્શાવતું સાધન
હાઈડ્રોસ્કોપ : સમુદ્રનું તળિયું જોવા માટે વપરાતું સાધન
હોરોસ્કોપ : હસ્તસામુદ્રિક શાસ્ત્ર અને તેનું દર્શન કરાવતું શાસ્ત્ર
માઈકોસ્કોપ : લેન્સ પદ્ધતિથી પદાર્થને મોટો બતાવતું સાધન
રેડિયોટેલિસ્કોપ : અવકાશી પદાર્થોમાંથી આવતા રેડિયો અવાજો ઝીલતું સાધન
સિનેમાસ્કોપ : ત્રણ પરિમાણ દશ્યમાન થાય તેવી યાંત્રિક યોજના
સ્ટિરિયોસ્કોપ : ઝીણી વસ્તુને મોટી બતાવતું સાધન
એન્ડોસ્કોપ : ગૃહદર્શક સાધન
ઓટોસ્કોપ : કર્ણદર્શક સાધન
6.
વિજ્ઞાન
માપવાના સાધન-૨
એસિલોગ્રાફ
: વિદ્યુતપ્રવાહની
ધ્રુજારી
માપવીકાર્ડિયોગ્રાફ : હદયના દબાણની અસર નોંધતું સાધન
કેસ્કોગ્રાફ : વનસ્પતિને થતાં સંવેદનો દર્શાવતું સાધન
ટેલિગ્રાફ : તાર સંદેશો નોંધનાર સાધન
થર્મોગ્રાફ : દિવસના ઉષ્ણતામાનની અસરવાળો ગ્રાફ બતાવતું સાધન
સિનેમેટોગ્રાફ : હાલતાચાલતા ચિત્રની ફિલ્મ બનાવતું સાધન
સિસ્મોગ્રાફ : ધરતીકંપ માપક સાધન
7.
વિજ્ઞાન
માપવાના સાધન-૩
એમીમીટર : વિદ્યુતપ્રવાહનું બળ
માપતું સાધનટ્રાન્સમીટર : રેડિયોનાં વીજળીક મોજા મોકલવાનું સાધન
થર્મોમીટર : તાપમાન માપવાનું સાધન
માઈલોમીટર : વાહને કાપેલ અંતર દર્શાવતું સાધન
વોલ્ટામીટર : વિદ્યુત પૃથક્કરણ કરવા માટે વપરાતું સાધન
સ્પીડોમીટર : ગતિશીલ વાહનની ગતિનો વેગ દર્શાવતું સાધન
હાઈગ્રોમીટર : હવામાં રહેલ ભેજ માપવાનું સાધન
હાઈડ્રોમીટર : પ્રવાહીની વિશિષ્ટ ઘનતા માપવાનું સાધન
મેગ્નોમીટર : ચુંબકીય ક્ષેત્રમાપક સાધન
ઓપ્ટોમીટર : દષ્ટિ ક્ષમતામાપક સાધન
પાર્યઝોમીટર : સંઘહતા માપક સાધન
8.
વિજ્ઞાન
માપવાના સાધન-૪
એડિફોન :
બહેરા માણસો માટે સાંભળવા માટે મદદ
કરતું સાધનઓપ્ટોફોન : આંધળો માણસ છાપેલું પુસ્તક વાંચી શકે તેવું સાધન
માઈક્રોફોન : વીજળીની મદદથી અવાજને મોટો બનાવતું સાધન
હાઈગ્રોફોન : પાણીની અંદર અવાજનો વેગ માપતું સાધન
ગ્રામોફોન : રેકર્ડ પરથી અસલ અવાજ ઉત્પન્ન કરતું સાધન
ડિક્ટોફોન : કાગળો લખવાનું ગ્રામોફોનની જેમ કામ કરતું સાધન
9. વિજ્ઞાન માપવાના સાધન-૫
ઈન્ટરફેરોમીટર :
પકાશ તરંગ માપક સાધન
એટમોમીટર : બાષ્પદર માપક સાધન
એકિટનોમીટર : કિરણતીવ્રતા માપક સાધન
એનિમોમીટર : વાયુવેદ દિશા માપક સાધન
ઓડિયોમીટર : શ્રવણશક્તિ માપક સાધન
કલરિમીટર : વર્ણ તીવ્રતા માપક સાધન
ઓલ્ટિમીટર : ઉન્નતતા માપક સાધન
કેથેટોમીટર : દ્રવતલતા માપક સાધન
કેલરીમીટર : ઉષ્મામાપક સાધન
કોનોમીટર : કાલ માપક સાધન
પિકનોમીટર : પ્રવાહી લક્ષણ માપક સાધન
એટમોમીટર : બાષ્પદર માપક સાધન
એકિટનોમીટર : કિરણતીવ્રતા માપક સાધન
એનિમોમીટર : વાયુવેદ દિશા માપક સાધન
ઓડિયોમીટર : શ્રવણશક્તિ માપક સાધન
કલરિમીટર : વર્ણ તીવ્રતા માપક સાધન
ઓલ્ટિમીટર : ઉન્નતતા માપક સાધન
કેથેટોમીટર : દ્રવતલતા માપક સાધન
કેલરીમીટર : ઉષ્મામાપક સાધન
કોનોમીટર : કાલ માપક સાધન
પિકનોમીટર : પ્રવાહી લક્ષણ માપક સાધન
10.
વિજ્ઞાન
માપવાના સાધન-૬
ફોટોમીટર : પ્રકાશ માપક
સાધનબેકમેન થર્મોમીટર : તાપવિકાર માપક સાધન
બેરોમીટર : વાયુભાર માપક સાધન
માઈકોમીટર : સુક્ષ્મતા માપક સાધન
મેખમીટર : પરાધ્વનિ વેગ માપક સાધન
રિફેકટોમીટર : વક્રીકારકતા માપક સાધન
લેકટોમીટર : દૂગ્ધ ઘનતા માપક સાધન
વાઈનોમીટર : મદિરામાં મધાર્ક માપક સાધન
વેરિયોમીટર : વિમાન ચડઉતર માપક સાધન
સ્ફેરોમીટર : ગોળાકાર માપક સાધન
સેલિનોમીટર : ક્ષારતા માપક સાધન
11.
વિજ્ઞાન
માપવાના સાધન- ૭
કિલનોમીટર : ઢાળ માપક
સાધનકાયોમીટર : અતિ નિમ્ન તાપ માપક સાધન
ગેલ્વેનોમીટર : વીજમાપક સાધન
ગોનિયોમીટર : કોણ માપક સાધન
ગોસમીટર : ચુંબકત્વ માપક સાધન
ગ્રેવિમીટર : ગુરુત્વ માપક સાધન
ડેન્સીમીટર : ઘનતા માપક સાધન
પિરહેલિયોમીટર : સૂર્યકિરણ માપક સાધન
પ્લુવિયોમીટર : વર્ષામાપક સાધન
પાયરોમીટર : ઉચ્ચતાપ માપક સાધન
પ્લેનિમીટર : સમતલ ફલ માપક સાધન
12.
માહાપુરુષો
ના
માતા-પિતા-ગામના નામ
નામ માતાનું નામ પિતાનું નામ જન્મસ્થળ
મહારાણા પ્રતાપ મહારાણી
જીવંત બાઈ મહારાણા
ઉદયસિંહ
પાલી
શહેરરાજસ્થાન
છત્રપતિ શિવાજી જીજાબાઈ શાહજી ભોંસલે શિવનેરી
કિલ્લો
રાણી લક્ષ્મીબાઈ ભાગીરથીબાઈ મોરોપંત તાંબે વારાણસી
લોકમાન્ય ટિળક પાર્વતીબાઈ ગંગાધર
ટિળક
ચિખલ
ગાંવ
શ્યામજી કૃષ્ણવર્મા ગોમતીબાઈ કરસનદાસ માંડવી
મેડમ કામા સોરાબજી પટેલ મુંબઈ
સ્વામી વિવેકાનંદ ભુવનેશ્વરીદેવી વિશ્વનાથ
દત્ત
સિમુલિયા
પંડિત
સાતવળેકર
લક્ષ્મીબાઈ દામોદર
પંત
કોલ
ગાંવ
ભગિની નિવેદિતા મેરી સેમ્યુઅલનોબલ ડનગાનોમ
ગાંધીજી પૂતળીબાઈ કરમચંદ ગાંધી પોરબંદર
સરદારસિંહ રાણા ફૂલજીબા રવાભાઈ કંથારિયા
મહર્ષિ અરવિંદ સ્વર્ણલતા ડો.કૃષ્ણધન
ઘોષ
કલકત્તા
સરદાર
પટેલ લાડબાઈ ઝવેરભાઈ નડિયાદ
બિરસા મુંડા કરમી
મુંડા
સુગના
મુંડા
ઉન્નિહાતુ
વીર સાવરકર રાધાબાઈ દામોદર
પંત
ભગુર
ભાઈકાકા દ્યાભાઈ સોજીત્રા
ડો.હેડગેવાર રેવતીબાઈ બલિરામ નાગપુર
રાષ્ટ્રવીર છેલભાઈ રંગબા જયકૃષ્ણ દવે વઢવાણ
ખુદીરામ બોઝ લક્ષ્મીપ્રિયા ત્રૈલોકનાથ મોહબની
ગામ
ડો.આંબેડકર ભીમાબાઈ રામજી આંબડવા
સુભાષચંદ્ર બોઝ પ્રભાવતીદેવી જાનકીનાથ કોદાલીય
ગામ
રામપ્રસાદ બિસ્મિલ મુરલીધર શાહજહાનપુર
વીર ઉધમસિંહ
નારાયણીદેવી ચૂહડરામ સુનામ
(શીખપંથ અંગિકાર કર્યા પછી) (હરનામકૌર) (ટહેલિસંહ)
અશફાક ઉલ્લાખાન મજહુર
નિશાબેગમ શકીલ ઉલ્લાખાન શાહજહાનપુર ડો.શ્યામાપ્રસાદ મુખર્જી યોગમાયા આશુતોષ મુખર્જી કલકત્તાલાલબહાદુર શાસ્ત્રી રામદુલારી દેવી શારદાપ્રસાદ મોગલસરાઈ
ચંદ્રશેખર આઝાદ જગરાનીદેવી બૈજનાથ અલીરાજપુર
શ્રી ગુરુજી (માધવરાવ) લક્ષ્મીદેવી સદાશિવરાવ નાગપુર
ભગતસિંહ વિદ્યાવતી કિશનસિંહ બંગાગામ
બાબુ ગેનુ કોંડાબાઈ જ્ઞાનબા સઈદ મહાળુંગે પડવળ
મદનલાલ ધીંગરા ડોકટર દિત્તા અમૃતસર
રામમનોહર લોહિયા હીરાલાલ નબીરપુર
કેપ્ટન લક્ષ્મી કાંચન ગોપાલન મેનન ચેન્નાઈ
પંડિત દીનદયાલ ઉપાધ્યાય રામપ્યારી ભગવતીપ્રસાદ નગલા ચંદ્રભાણ
13.
માહાપુરુષો
ના જન્મ-
મૃત્યુ
નામ જન્મ મૃત્યુ મહારાણા પ્રતાપ ૦૯/૦૫/૧૫૪૦ ૨૯/૦૧/૧૫૯૭
છત્રપતિ શિવાજી ૧૯/૦૨/૧૬૩૦ ૦૩/૦૪/૧૬૮૦
રાણી લક્ષ્મીબાઈ ૧૯/૧૧/૧૮૩૫ ૧૮૫૭
લોકમાન્ય ટિળક ૨૩/૦૭/૧૮૫૬ ૩૧/૦૭/૧૯૨૦
શ્યામજી કૃષ્ણવર્મા ૩૦/૧૦/૧૮૫૭ ૩૧/૦૩/૧૯૩૧
મેડમ કામા ૨૪/૦૯/૧૮૬૧ ૧૩/૦૮/૧૯૩૭
સ્વામી વિવેકાનંદ ૧૨/૦૧/૧૮૬૩ ૦૪/૦૭/૧૯૦૨
પંડિત સાતવળેકર ૧૯/૦૯/૧૮૬૭ ૩૧/૦૭/૧૯૬૮
ભગિની નિવેદિતા ૨૮/૧૦/૧૮૬૭ ૧૩/૧૦/૧૯૧૧
ગાંધીજી ૦૨/૧૦/૧૮૬૯ ૩૦/૦૧/૧૯૪૮
સરદારસિંહ રાણા ૧૮૭૦ ૨૫/૦૫/૧૯૫૭
મહર્ષિ અરવિંદ ૧૫/૦૮/૧૮૭૨ ૦૫/૧૨/૧૯૫૦
સરદાર પટેલ ૩૧/૧૦/૧૮૭૫ ૧૫/૧૨/૧૯૫૦
બિરસા મુંડા ૧૫/૧૧/૧૮૭૫ ૦૯/૦૬/૧૯૦૦
વીર સાવરકર ૨૮/૦૫/૧૮૮૩ ૨૬/૦૨/૧૯૬૬
ભાઈકાકા ૦૭/૦૬/૧૮૮૮ ૩૧/૦૩/૧૯૭૦
ડો.હેડગેવાર ૦૧/૦૪/૧૮૮૯ ૨૧/૦૬/૧૯૪૦
રાષ્ટ્રવીર છેલભાઈ ૧૬/૧૦/૧૮૮૯ ૧૯૫૬
ખુદીરામ બોઝ ૦૩/૧૨/૧૮૮૯ ૧૯/૦૮/૧૯૦૮
ડો.આંબેડકર ૧૪/૦૪/૧૮૯૧ ૦૬/૧૨/૧૯૫૬
સુભાષચંદ્ર બોઝ ૨૩/૦૧/૧૮૯૭ ૧૮/૦૮/૧૯૪૫
રામપ્રસાદ બિસ્મિલ ૧૧/૦૬/૧૮૯૭ ૦૯/૧૨/૧૯૨૭
વીર ઉધમસિંહ ૨૬/૧૨/૧૮૯૯ ૩૧/૦૭/૧૯૪૦
અશફાક ઉલ્લાખાન ૨૨/૧૦/૧૯૦૦ ૧૯/૧૨/૧૯૨૭
ડો.શ્યામાપ્રસાદ મુખર્જી ૦૭/૦૭/૧૯૦૧ ૨૩/૦૬/૧૯૫૩
લાલબહાદુર શાસ્ત્રી ૦૨/૧૦/૧૯૦૪ ૧૦/૦૧/૧૯૬૬
ચંદ્રશેખર આઝાદ ૨૩/૦૭/૧૯૦૬ ૨૭/૦૨/૧૯૩૧
શ્રી ગુરુજી (માધવરાવ) ૧૯/૦૨/૧૯૦૬ ૦૫/૦૬/૧૯૭૩
ભગતસિંહ ૨૮/૦૯/૧૯૦૭ ૨૩/૦૩/૧૯૩૧
બાબુ ગેનુ ૧૯૦૮ ૧૨/૧૨/૧૯૩૦
મદનલાલ ધીંગરા ૧૮/૦૯/૧૮૮૩ ૧૭/૦૮/૧૯૦૯
રામમનોહર લોહિયા ૦૩/૦૩/૧૯૧૦ ૧૨/૧૦/૧૯૬૭
કેપ્ટન લક્ષ્મી ૧૦/૧૦/૧૯૧૨
પંડિત દીનદયાલ ઉપાધ્યાય ૨૫/૦૯/૧૯૧૬ ૧૧/૦૨/૧૯૬૮
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો