રવિવાર, 10 જૂન, 2012

સામાજીક વિજ્ઞાન ધોરણ-૭


ધોરણ-૭  સામાજિક વિજ્ઞાન  પ્રથમસત્ર
પાઠ-૧  : બે મહારાજ્યો
કનોજ
૦૧
હર્ષવર્ધનનો સમયગાળો જણાવો.
ઈ.સ. ૬૦૬ થી ૬૪૭
૦૨
હર્ષવર્ધનના પિતાનું નામ જણાવો.
પ્રભાકરવર્ધન
૦૩
હર્ષવર્ધનના મોટાભાઈનું નામ જણાવો.
રાજ્યવર્ધન
૦૪
રાજ્યવર્ધનનું મોત કોના કારણે થયું ?
ગૌડ રાજવી શશાંકને કારણે
૦૫
હર્ષવર્ધનની બહેનનું નામ શું હતું ?
રાજ્યશ્રી
૦૬
હર્ષવર્ધનની બહેન રાજ્યશ્રીને કોને કેદ કરી હતી ?
માળવાના રાજા દેવગુપ્તે
૦૭
હર્ષવર્ધને કોની સલાહથી રાજગાદી સંભાળી ?
રાજ્યના આગેવાનોની સલાહથી
૦૮
હર્ષવર્ધને કઈ રાજગાદી સંભાળી ?
થાણેશ્વરની રાજગાદી 
૦૯
બૌદ્ધ સાધુનું નામ શું હતું ?
દિવાકર મિત્ર
૧૦
હર્ષવર્ધને માળવાના કયા રાજાને હરાવ્યો ?
દેવગુપ્ત
૧૧
હર્ષવર્ધને કામરૂપ (આસામ)ના કયા રાજા સાથે મૈત્રીસંબંધો બાંધ્યા ?
ભાસ્કરવર્મન
૧૨
હર્ષવર્ધનને દક્ષિણના કયા રાજવીને હરાવવામાં સફળતામળી નહીં ?
ચાલુક્ય રાજવી પુલકેશી બીજો
૧૩
હર્ષવર્ધને સતત કેટલા વર્ષ સુધી વિજયયાત્રા કરી ?
સાત વર્ષ
૧૪
હર્ષવર્ધન પોતાના રાજ્યની જાતે દેખરેખ રાખવા માટેશું કરતો હતો ?
પ્રવાસ કરતો હતો
૧૫
હર્ષવર્ધને પોતાની દિનચર્યાને કેટલા ભાગમાં વહેંચીહતી ?
ત્રણ ભાગમાં
૧૬
હર્ષવર્ધનની દિનચર્યાના ત્રણ ભાગ કયા કયા છે ?
૧.વહીવટ માટે ૨.પ્રજા કલ્યાણ માટે ૩.ધાર્મિક કાર્યો માટે
૧૭
હર્ષવર્ધન કેવા કાર્યો કરવામાં ભોજન પણ ભૂલી જતો હતો ?
સદ્કાર્યો કરવામાં
૧૮
હર્ષવર્ધનના મંત્રીઓમાં કોનો કોનો સમાવેશ થતો હતો ?
સેનાપતિ,પ્રતિહાર(દ્વારપાલ),સંધિવિગ્રાહક(વિદેશમંત્રી),રાજદૂત,પરરાજ્યમંત્રી, 
મહાદંડનાયક (વડાન્યાયાધીશ),અક્ષપટલિક(નોંધણીકરનાર)
૧૯
હર્ષવર્ધને શેની પર પ્રતિબંધ ફરમાવ્યો હતો ?
જીવહિંસા પર
૨૦
હર્ષવર્ધન પ્રતિવર્ષ શેનું આયોજન કરતો હતો ?
બૌદ્ધધર્મ ચર્ચા-સભા
૨૧
હર્ષવર્ધન દર પાંચ વર્ષે શેનું આયોજન કરતો હતો ?
પ્રયાગ મુકામે ધર્મપરિષદનું આયોજન
૨૨
હર્ષવર્ધનના દરબારની શોભામાં કોના કારણે વૃદ્ધિ થતી હતી ?
સુસંસ્કૃત સાહિત્યકાર મહાકવિ બાણભટ્ટ
૨૩
બાણભટ્ટની પ્રખ્યાત કૃતિઓ કઈ છે ?
હર્ષચરિત, કાદમ્બરી
૨૪
બાણભટ્ટે કઈ ભાષામાં પોતાની કૃતિઓ લખી છે ?
સંસ્કૃત ભાષામાં
૨૫
હર્ષવર્ધને રચેલા ત્રણ નાટકોના નામ આપો.
નાગાનંદ,રત્નાવલિ,પ્રિયદર્શિકા
૨૬
હર્ષવર્ધનના રાજ્યમાં કઈ મહાન વિદ્યાપીઠ આવેલી હતી ?
નાલંદા વિદ્યાપીઠ
૨૭
હર્ષવર્ધને નાલંદા વિદ્યાપીઠના નિભાવ માટે કેટલા ગામ આપ્યા હતા ?
૧૦૦ જેટલાં ગામ
૨૮
લોહ,સોમલ અને પારાની ભસ્મનો ઔષધિ તરીકે ઉપયોગ સૂચવનાર રસાયણશાસ્ત્રીનું 
નામ આપો.
નાગાર્જુન
૨૯
નાગાર્જુન કઈ વિદ્યાપીઠ સાથે સંકળાયેલા હતા ?
નાલંદા વિદ્યાપીઠ
૩૦
નાલંદા વિદ્યાપીઠમાં વિદ્યાર્થીને કેવી રીતે પ્રવેશ આપવામાં આવતો હતો ?
પ્રવેશ પરીક્ષા પાસ કરે તેને 
૩૧
નાલંદા વિદ્યાપીઠમાં રહેવા, જમવા તથા શિક્ષણ મેળવવાની વ્યવસ્થા કેવી હતી ?
નિ:શુલ્ક હતી
૩૨
નાલંદા વિદ્યાપીઠના ભવ્ય અને સમૃદ્ધ પુસ્તકાલયનું નામ શું હતું ?
ધર્મગંજ
૩૩
હર્ષવર્ધનના સમયમાં પ્રજામાં કયા કયા કુરિવાજો હતા ?
સતીપ્રથા,બાળલગ્નો,બહુલગ્નોની પ્રથા
૩૪
હર્ષવર્ધનના સમયમાં લોકો કેવા અલંકારો ધારણ કરતાં હતા ?
ફૂલમાળા,વેઢ,વીંટીઓ,કડાં,કંગન,હાર વગેરે
૩૫
હર્ષવર્ધનના સમયમાં ગામડાઓમાં ફરીને લોકોને મનોરંજન કોણ પૂરું પાડતું હતું ?
નટ અને મદારી
૩૬
હર્ષવર્ધનના સમયમાં પ્રજાનો મુખ્ય વ્યવસાય કયો હતો ?
કૃષિ અને પશુપાલન
૩૭
હર્ષવર્ધનના સમયમાં જમીન મહેસૂલ કેટલું લેવામાં આવતું હતું ?
૧:૬ (ઉપજનો છટ્ઠો ભાગ)
૩૮
હર્ષવર્ધનના સમયમાં આંતર-બાહ્ય વ્યાપાર કોને હસ્તક હતો ?
વૈશ્યોને હસ્તક
૩૯
વ્યાપાર માટે કયાંથી કયાં સુધી સળંગ રાજમાર્ગની સુવિધા રાજ્ય તરફથી કરવામાં 
આવી હતી ?
પાટલીપુત્રથી ભૃગુકચ્છ બંદર (હાલનું ભરૂચ) સુધી
૪૦
વ્યાપાર વિનિમય માટે કેવા સિક્કાનું ચલણ હતું ?
સોના-ચાંદીના સિક્કાનું ચલણ
૪૧
કઈ કઈ વસ્તુઓની નિકાસ કરવામાં આવતી હતી ?
અલંકારો,મૂર્તિઓ,હાથીદાંત,ઇમારતી લાકડાનું રાચરચીલું બનાવી તેની નિકાસ થતી
૪૨
હર્ષવર્ધનના સમયમાં ભારતમાં આવેલ ચીની મુસાફરનું નામ શું હતું ?
હ્યુ-એન-ત્સાંગ
૪૩
હ્યુ-એન-ત્સાંગ શા માટે ભારત આવ્યો હતો ?
બૌદ્ધધર્મના અભ્યાસ માટે
૪૪
હ્યુ-એન-ત્સાંગે કઈ પ્રાચીન વિદ્યાપીઠમાં ૫ વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો ?
નાલંદા વિદ્યાપીઠ
૪૫
હ્યુ-એન-ત્સાંગ ક્યારે ચીન પરત ફર્યો ?
ઈ.સ. ૬૪૫ માં
૪૬
હ્યુ-એન-ત્સાંગ કયા રસ્તે ચીન પરત ફર્યો ?
મધ્ય એશિયાના રસ્તે થઈ ચીન પરત ફર્યો
૪૭
હ્યુ-એન-ત્સાંગ પોતાની સાથે શું શું લેતો ગયો ?
કેટલાંક પુસ્તકો,અવશેષો અને મૂર્તિઓ
૪૮
હર્ષવર્ધને ઉજવેલ કઈ બૌદ્ધ ધર્મપરિષદમાં હ્યુ-એન-ત્સાંગે ભાગ લીધો હતો ?
પ્રયાગની છઠ્ઠી બૌદ્ધ ધર્મપરિષદમાં
૪૯
હ્યુ-એન-ત્સાંગના મતે હર્ષવર્ધનના રાજ્યોમાં કેટલાં બૌદ્ધ મઠો હતો ?
૧૦૦ બૌદ્ધ મઠો

વાતાપી
૦૧
દક્ષિણના કયા રાજા સામે હર્ષવર્ધનની હાર થઈ હતી ?
પુલકેશી બીજો
૦૨
દક્ષિણ ભારતમાં ચાલુક્ય (સોલંકી) વંશે કયા નગરમાં પોતાની રાજધાની રાખી ?
વાતાપી નગરમાં (બાદામી કર્ણાટક)
૦૩
અશ્વમેઘ યજ્ઞ કોને કરાવ્યો હતો ?
પુલકેશી પહેલાએ
૦૪
તેના ધ્વજમાં શેનું ચિહ્ન હતું ?
વરાહાવતારનું ચિહ્ન 
૦૫
પુલકેશી પહેલા પછી તેમની ગાદી કોને સંભાળી હતી ?
પુલકેશી પહેલાનો પુત્ર કીર્તિવર્મા
૦૬
કીર્તિવર્મા પછી રાજગાદી કોને સંભાળી હતી ?
પુલકેશી પહેલાનો ભાઈ મંગલેશ
૦૭
મંગલેશ રાજા બન્યા પછી તેને કયું મંદિર બંધાવ્યું હતું ?
વિષ્ણુમંદિર
૦૮
મંગલેશ પછી રાજગાદી કોને સંભાળી હતી ?
પુલકેશી બીજો
૦૯
પુલકેશી બીજાનો સમયગાળો જણાવો.
ઈ.સ. ૬૧૦ થી ૬૪૨ સુધી
૧૦
પુલકેશી બીજાએ આશરે કેટલા વર્ષ સુધી રાજ્ય કર્યું ?
૩૦ વર્ષ સુધી
૧૧
પુલકેશી બીજાએ કયા કયા પ્રદેશો જીત્યા હતા ?
લાટ (દક્ષિણ ગુજરાત), ગુર્જર (ઉત્તર ગુજરાત), કૃષ્ણા અને ગોદાવરી વચ્ચેના વેંગી પ્રદેશો, આન્ધ્રપ્રદેશ
૧૨
પુલકેશી બીજો અને હર્ષવર્ધન કયાં ભેગા થયા અને મોટું યુદ્ધ થયું ?
નર્મદા પાસે
૧૩
હર્ષવર્ધનની વિજ

ધોરણ-૭  સામાજિક વિજ્ઞાન  પ્રથમસત્ર
પાઠ-૨  : પૃથ્વી ફરે છે
૦૧
પૃથ્વી કેટલાં પ્રકારે ગતિ કરે છે ?

બે પ્રકારે
૦૨
પૃથ્વી કયા બે પ્રકારે ગતિ કરે છે ?

૧. પૃથ્વી પોતાની ધરી પર ફરે છે (પરિભ્રમણ ધરિભ્રમણ),૨. સૂર્યની આસપાસ પણ 
ફરે છે (પરિક્રમણ)
૦૩
બ્રહ્માંડમાં ગતિમાન પદાર્થોના ત્રણ નામ આપો.

સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી
૦૪
પૃથ્વી પોતાની કાલ્પનિક ધરી પર વિષુવવૃત્ત પર કલાકના કેટલાં કિમીની ઝડપે ફરી
 એક ચક્ર પૂર્ણ કરે છે ?

કલાકના ૧૬૭૦ કિમીની ઝડપે
૦૫
પૃથ્વીને એક ચક્ર પૂર્ણ કરતાં કેટલો સમય લાગે છે ?

૨૪ કલાક
૦૬
પૃથ્વીને સૂર્યની ફરતે એક પ્રદક્ષિણા પૂરી કરતાં કેટલાં દિવસ લાગે છે ?

લગભગ ૩૬૫ દિવસ લાગે છે
૦૭
૩૬૫ દિવસના સમયગાળાને આપણે શું કહીએ છીએ ?

વર્ષ કહીએ છીએ
૦૮
અવકાશમાં પૃથ્વીને નિરંતર ફરવા માટે જે કલ્પિત માર્ગ છે તેને આપણે કયા નામે ઓળખીએ છીએ ?

કક્ષા (Orbit)
૦૯
પૃથ્વીની કક્ષા કેવા આકારની છે ?

વર્તુળાકાર નહીં, પરંતુ લંબગોળાકાર કે ઈંડાકાર છે
૧૦
પૃથ્વી સૂર્યની પરિક્રમા એક મિનિટમાં કેટલાં કિમીની ઝડપે કરી રહી છે ?

એક મિનિટમાં ૧૭૬૦ કિમીની ઝડપે
૧૧
ચંદ્ર કોની પ્રદક્ષિણા કરે છે ?

પૃથ્વીની
૧૨
પૃથ્વી કોની પ્રદક્ષિણા કરે છે ?

સૂર્યની
૧૩
પૃથ્વી પોતાની ધરી પર ———- અને કક્ષાની ———–નો ખૂણો બનાવે છે ?

૨૩.પં અને ૬૬.પં
૧૪
પ્રકાશવર્તુળ કોને કહે છે ?

અંધકાર અને પ્રકાશને છેદતી બંને ધ્રુવોને જોડતી એક સીધી રેખા સ્પષ્ટ થાય છે 
તેને પ્રકાશવર્તુળ કહે છે.
૧૫
કર્કવૃત્ત પર સૂર્યનાં કિરણો બરાબર સીધાં ક્યારે પડે છે ?

૨૧ મી જૂને
૧૬
મકરવૃત્ત પર સૂર્યનાં કિરણો બરાબર સીધાં ક્યારે પડે છે ?

૨૨ મી ડિસેમ્બરે
૧૭
દિવસ લાંબો રહે તેનું કારણ શું છે ?

જયાં સૂર્યનાં કિરણો સીધાં પડે છે તે અને તેની આજુબાજુનાં વિસ્તારોમાં દિવસ લાંબા રહે છે.
૧૮
દિવસ ટૂંકા રહે તેનું કારણ શું છે ?

જયાં સૂર્યનાં કિરણો ત્રાંસા પડે છે ત્યાં દિવસ ટૂંકા રહે છે.
૧૯
વધારે સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં કઈ ઋતુ અનુભવાય છે ?

ઉનાળાની ઋતુ
૨૦
ઓછો સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં કઈ ઋતુ અનુભવાય છે ?

શિયાળાની ઋતુ
૨૧
ઉત્તર ગોળાર્ધમાં ઉનાળો કયારે હોય છે ?

૨૧ મી માર્ચથી ૨૩ મી સપ્ટેમ્બર સુધી
૨૨
જયારે ઉત્તર ગોળાર્ધમાં ઉનાળાની ઋતુ હોય છે ત્યારે દક્ષિણ ગોળાર્ધમાં કઈ ઋતુ હોય છે ?

શિયાળાની ઋતુ
૨૩
યુરોપના નોર્વે દેશમાં કયા મહિનામાં સૂર્ય આથમતો નથી ?

મે મહિનાના મધ્યથી જુલાઈના અંત સુધી
૨૪
ઉત્તરાયણ કોને કહે છે ?

૨૨ મી ડિસેમ્બરથી સૂર્યનું સીધું કિરણ ઉત્તર તરફ એટલેકે વિષુવવૃત્ત તરફ પડવાનું 
શરૂ થાય છે તેને ઉત્તરાયણ કહે છે.(ઉત્તરાયણ ૧૪ મી જાન્યુઆરી નહીં ૨૨ મી ડિસેમ્બરે થાય છે )
૨૫
મકરસંક્રાંતિ કોને કહે છે ?

૧૪ મી જાન્યુઆરીએ સૂર્ય મકરરાશિમાં પ્રવેશ કરે છે માટે મકરસંક્રાંતિ કહેવાય છે.
૨૬
દક્ષિણાયન કોને કહે છે ?

૨૨ મી જૂનથી સૂર્યનાં સીધાં કિરણો કર્કવૃત્તથી ખસીને દક્ષિણે વિષુવવૃત્ત તરફ જાય છે 
જેને દક્ષિણાયન કહે છે.
૨૭
પ્રદક્ષિણા કોને કહે છે ?

કોઇપણ વસ્તુ કે વ્યક્તિને જમણી બાજુ રાખીને તેની આસપાસ ફરવું તે
૨૮
સેલ્સિયસ એ શું છે ?

તાપમાનનો એકમ છે
૨૯
સેલ્સિયસ નામ કોના નામ પરથી રાખવામાં આવ્યું છે ?

સ્વીડનના ખગોળશાસ્ત્રી સેલ્સિયસના નામ પરથી

ટિપ્પણીઓ નથી: